ધારો કે ક્રિકેટર વિદ્યાર્થી હોય
તો….
રાહુલ દ્રવિડ: યુનીવર્સીટી
ટોપર..
સેહવાગ : ભણે કઈ નહિ અને બાપુ
માર્ક જોર લાવે…
રવીન્દ્ર જાડેજા : વિશ્વનો
એકમાત્ર એવો વિદ્યાર્થી જે એક સેમેસ્ટરમાં જ પી.એચ.ડી
ની પદવી હાસલ કરે…
વિરાટ કોહલી: કલાસમેટ હાયરે ઝગડા
જ કર્યે રાખે, પરીક્ષમાં કોપી કરવામાં અવ્વલ
જો ફેઈલ થાય તો પ્રોફેસરની બજાવે .
સચિન : તે તો બોસ પ્રોફેસર હોય,
વિદ્યાર્થી નહિ. છતાં તેને કઈક શીખવા માટેની ધગસ
હોય અને નોલેજ અપડેટ કર્યા જ
કરે…તે એક જ પ્રોફેસર એવો હોય કે જેના લેક્ચરમાં
૧૦૦ % હાજરી હોય…બોસ…સચિન છે…!
નેહરા : હમેશા પરીક્ષામાં બીજાને
મદદ કરે..પકડાય જાય અને સુપરવાઈઝર
એને જ બહાર કાઢી મુકે…
એમ.એસ.ધોની : એકમાત્ર એવો
વિદ્યાર્થી જે પરીક્ષાના પેલા બે કલાકમાં ફક્ત ટાઈમ પાસ કરે
છેલ્લા કલાકમાં ફટોફટ
પરીક્ષા પૂરી કરે અને પાછો “એ” ગ્રેડ આવે…!
અને છેલ્લે આપડા ગેઈલ બાપુ
ગેઈલ : બંક મારીને ડાન્સબારમા
ગંગનમ સ્ટાઈલ પર ડાંસ કરવા જતો રહે ….
==========================================================================
મુન્નાભાઈ : અરે યાર સર્કીટ, હું મારી ગર્લફ્રેન્ડ ને કઈક ગીફ્ટ આપવા માંગું છું.
શું આપું?
સર્કીટ : ભાઈ, સોના ની રીંગ આપી દો..
મુન્નાભાઈ : કઈક મોટી વસ્તુ બતાવ..
સર્કીટ : ભાઈ તો એમ.આર.એફ. નું ટાયર આપી દો..
==========================================================================
વહૂએ સાસુમાને Cool એસએમએસ મોકલ્યો:
તમે મને ના શીખવો કે મારે મારા બાળકોને કંઈ રીતે ઉછેરવા જોઈએ.
હું તમારા જ પુત્ર સાથે રહી રહી છું અને તેને હજુ પણ ઘણા બધા સુધારાની જરૂર છે.
==========================================================================
એક દિવસે કેટલાક બદમાસ છોકરાઓ રસ્તે જતી છોકરીયો ને ચીડવતા હતા
ત્યાં કોલેજ ની છોકરીયો આવી તો એક છોકરો બોલ્યો
ત્યાં કોલેજ ની છોકરીયો આવી તો એક છોકરો બોલ્યો
અલા જુઓ આસમાન માંથી પરીઓ ધરતી પર ઉતરી છે આજે
તો એક છોકરી એ જવાબ આપ્યો
તો એક છોકરી એ જવાબ આપ્યો
અરે સાંભળો પરીઓ આપડે ભૂલથી પરીલોક ની જગ્યા એ પ્રાણી સંગ્રાલય માં
આવી ગયા લાગે છે જુઓ અહી જાનવરો બૂમો પડે છે ………….
==========================================================================
કરોડપતિ સાથે મુલાકાત.....
મુલાકાત લેનાર : તમે કરોડપતિ બન્યા તેનો શ્રેય તમે કોને આપો છો?
કરોડપતિ : હું તેની પાછળનો બધો શ્રેય મારી પત્નીને આપું છું....
મુલાકાત લેનાર : Wow, તેની સાથે લગ્ન કર્યા પહેલા તમે શું કરતા હતા?
કરોડપતિ : હું અબજોપતિ હતો......
==========================================================================
માણસની બે વાસ્તવિકતાઓ યાદ રાખો :
(1) કોઈ પણ માણસ પોતાના મતદાન કાર્ડના ફોટા જેટલો કાળો હોતો નથી.
(2)કોઈ પણ માણસ પોતાની ફેસબુક ના ફોટા જેટલો રૂપાળો હોતો નથી.
==========================================================================
એક મંદિરની બહાર બેસેલો એક ભિખારી બુમો મારતો હતો –
બહેન , થોડા પૈસા આપી મદદ કરો.
એક ભાઈ ને દયા આવી, તેને પર્સ ખોલ્યું પણ છુટ્ટા પૈસા ના મળ્યા,
તેથી બોલ્યો ભાઈ આજે છુટ્ટા નથી કાલે આપીશ.
ભિખારી: આ ઉધારીમાં જ મને હજારોનું નુકશાન થઇ ગયું છે.
==========================================================================
એક દિવસ એક ભિખારીએ મગનલાલ સામે બે વાડકા મૂકી દીધા,
મગનલાલે વાડકામાં સિક્કો નાખી ભિખારી ને પૂછ્યું ,
“બીજો વાડકો શેના માટે છે?”
“આ મારી કંપની ની બીજી બ્રાંચ છે!” ભિખારીએ ખુલાસો કર્યો.
==========================================================================
પુત્ર : પપ્પા કોકા પીવો લાભદાયક છે કે હાનીકારક?
પપ્પા : જો પીવા મળે તો લાભદાયક અને પીવડાવવો પડે તો હાનીકારક.
==========================================================================
રિદ્ધિ: રસોઈયણ કરતા આપના હાથની રસોઈથી ઘણો ફાયદો
તેમજ કરકસર પણ થાય છે ખરું ને?
રીમા: હા.. જો ને, મારા પતિ પહેલા જેટલું ખાતા હતા
તેના કરતા અરધું પણ હવે ખાતા નથી.
==========================================================================